અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2028માં પૂરો થવાની ધારણા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2028માં પૂરો થવાની ધારણા
Blog Article
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે મુંબઈને અમદાવાદ સાથે જોડતો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2028ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આશા છે કે 2028ના અંત સુધીમાં તે પૂર્ણ થઈ જશે.
આ પ્રોજેક્ટમાં વિલંબ માટે અગાઉની રાજ્યની મહા વિકાસ આઘાડી સરકારને જવાબદાર ઠેરવીને તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ સરકારે પ્રોજેક્ટને રોકવાનો નિર્ણય લીધો હતો. આના કારણે પ્રોજેક્ટમાં અઢી વર્ષનો વિલંબ થયો છે.